અધ્યાય 18, શ્લોક 50
सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे।समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा॥
siddhiṃ prāpto yathā brahma tathāpnoti nibodha me samāsenaiva kaunteya niṣṭhā jñānasya yā parā
અર્થ
હે કૌન્તેય! તે સિદ્ધિ પામેલો પુરુષ જ્ઞાનની પરમ નિષ્ઠારૂપ બ્રહ્મને કેવી રીતે પામે છે, તે સંક્ષેપમાં મારી પાસેથી જાણ.
