અધ્યાય 13, શ્લોક 15
सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम्।असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च॥
sarvendriyaguṇābhāsaṃ sarvendriyavivarjitam asaktaṃ sarvabhṛccaiva nirguṇaṃ guṇabhoktṛ ca
અર્થ
તે સર્વ ઇન્દ્રિયોના ગુણોને પ્રકાશિત કરનાર છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે; આસક્તિરહિત છતાં સૌનું ધારણ-પોષણ કરનાર છે, અને નિર્ગુણ છતાં ગુણોનો ભોક્તા છે.
